જયપુરમાં રાહુલ ગાંધીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો હાજર, રામલીલા મેદાનમાં થશે સભા
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો રોડ શો જયપુરમાં શરૂ થઈ ગયો છે.
Trending Photos
જયપુર/નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો રોડ શો જયપુરમાં શરૂ થઈ ગયો છે. એરપોર્ટ બહાર તેમના રોડ શો સાથે સાથે મોટી સંખ્યામાં સમર્થકો હાજર છે. એરપોર્ટ પર તેમનું સ્વાગત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ સચિન પાયલટ અને અશોક ગહલોતે કર્યું. રાહુલ ગાંધીએ પોતાના રોડશોની શરૂઆત એરપોર્ટથી જ કરી.
રાહુલ ગાંધી આ રોડ શો દ્વારા રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ચૂંટણી અભિયાનનો શંખનાદ કરી રહ્યાં છે. તેમનો આ પ્રવાસ એક દિવસનો છે. તેમની સાથે રોડ શોમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાજર છે. રોડ શો દરમિયાન રાહુલ જયપુર એરપોર્ટથી રામલીલા મેદાન સુધી 10 કિમીનો પ્રવાસ ત્રણ કલાકમાં પૂરો કરશે. એરપોર્ટ બહાર રાહુલ ગાંધીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ત્યાં પારંપરિક નૃત્ય કરી રહ્યાં છે અને રાહુલ ગાંધીના સમર્થનમાં નારા લગાવી રહ્યાં છે.
આજે પોતાના એક દિવસના પ્રવાસમાં રાહુલ ગાંધી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધિત કરશે. રાહુલ ગાંધીની યાત્રાની તૈયારીઓની સમીક્ષા બેઠક બાદ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે કહ્યું હતું કે રાહુલ ગાંધી રાજસ્થાનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યાં છે. તેઓ શનિવારે રાજ્યમાં પાર્ટીનું ચૂંટણી અભિયાન શરૂ કરશે. તેઓ મહિનાના અંતમાં ફરીથી રાજ્યની મુલાકાત લઈ શકે છે અને સપ્ટેમ્બરમાં તેમનો એક પ્રવાસ પણ પ્રસ્તાવિત છે.
જયપુરમાં 6.30 કલાક રોકાશે રાહુલ ગાંધી
1. બપોરે 12 વાગે દિલ્હીથી રવાના થયા, 12.55 વાગે જયપુર એરપોર્ટ પહોંચ્યાં.
2. બપોરે 1.25 વાગે એરપોર્ટથી રામલીલા મેદાન જવા રવાના.
3. એરપોર્ટથી રામલીલા મેદાન સુધીમાં 50 સ્થળોએ થશે સ્વાગત. પોલીસ તરફથી 8 સ્થાનો પર સ્વાગતની અનુમતિ.
4. સાંજે 4.30 વાગે રામલીલા મેદાન પહોંચશે રાહુલ ગાંધી.
5. સાંજે 4.30થી 6 વાગ્યા સુધી કાર્યકર્તાઓ સાથે સંવાદ.
6. 1.30 કલાક સુધી રામલીલા મેદાનમાં રોકાશે રાહુલ ગાંધી.
7. સાંજે 6 વાગે રામલીલા મેદાનથી સીધા એરપોર્ટ રવાના થશે. સાંજે 6.25 વાગે જયપુર એરપોર્ટ પહોંચશે અને 7.35 વાગે જયપુરથી દિલ્હી રવાના થઈને 8.40 વાગે દિલ્હી પહોંચશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે